હળવા થઈ જૂઓ – લક્ષ્મી ડોબરિયા

એક જણની સામે સાચા થઈ જુઓ, ને, અરીસા તોડી હળવા થઈ જૂઓ. સ્થિરતા સંબંધમાં આવી જશે, બસ, સમયસર ઓછા-વત્તા થઈ જુઓ. નહિ રહે અફસોસ પીળા પાનનો, ક્યાંક કૂંપળ, ક્યાંક ટહુકા થઈ જુઓ. ભીતરી અસબાબને પામી શકો, માર્ગ ભૂલેલાના નકશા થઈ જુઓ. થઇ જશે પળવારમાં એ ઠાવકું, મન ગળ્યું માંગે તો કળવા થઈ જુઓ. લક્ષ્મી ડોબરિયા. … Read more

વરસાદ

વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો છાંટે છાંટે એ મુંને દબડાવે જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો ! ચામડીને ચાવળાં અડપલાં કરીને મુંને મારે વીજળીઓના ઝાટકા છાંટાથી છાતી ઉઝરડીને મહીં મૂવો ભભરાવે મીઠાના વાટકા ! લોહીનું ટીપું ટીપું સૈડ – સૈડ સસડે ને મળે નહીં ચપટીયે છાંયડો … . વાદળની ડેલીએ ચાકરી કરે છે … Read more

error: Content is protected !!