સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

આપ કરી લે ઓળખાણ એ સાચા શબદનાં પરમાણ સાકર કહે નહિ, હું છું મીઠી,વીજ ન પૂછે, મુજને દીઠી ?મોત બતાવે ન યમની ચિઠ્ઠી, પેખ્યામાં જ પિછાણએ સાચા શબદનાં પરમાણ કોયલ ટહુકે આંબાડાળેઅંગ ન તોડે, કંઠ ન વાળે,ગંગા વહતી સમતળ ઢાળે ખેંચ નહિ, નહિ તાણએ સાચા શબદનાં પરમાણ ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારેશ્વાસ લિયે ને … Read more

હું મૂઇ રંગે શામળી – લાલજી કાનપરિયા

બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે. હું મૂઇ રંગે શામળી ને લાડ માં બોલવા જઉં,હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં.બાઇજી! તારો બેટડો મુંને કોયલ કહીને પજવે!બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે. જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું,આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું.બાઇજી! તારો બેટડો મારી આંખે ચોમાસું ઊજવે!બાઇજી! તારો બેટડો મુંને … Read more

હું ન હોઉં ત્યારે – ધ્રુવ ભટ્ટ

હું ન હોઉં ત્યારેસભા ભરશો નહીંન કોઈ લેખ લખશો ન લખાવશો મારા વિશેસામાયિકોનાં રૂપાળાં પાનાંની કિનારી કાળી તો કરશો જ નહીંમારી આ વિનંતી બે કારણે છેએક તો એ કે આ બધું થતું હોય ત્યારે શક્ય છે કે(મૃત્યુ પછી વિશે હું કંઈ જાણતો નથી, પણ)હું આવી સભામાં ક્યાંક કોઈ ખૂણે બેઠો હોઉં તો ?ક્યાંક બેસીને વાંચતો … Read more

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદએવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણોતો ઝળઝળિયાં !ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,એવું કાંઈ નહીં !હવે પહેલો વરસાદ … Read more

શબ્દનો આધાર છે

જ્યાં પીડાઓ છે ને પારવાર છેત્યાં જરૂરી શબ્દનો આધાર છે આંખ ખોલી તોજ સમજાયું મનેચોતરફ કેવો ગહન અંધાર છે શ્વાસના વર્તુળને છેદીને જવુંઆપણો સૌથી વિકટ પડકાર છે આ બધું બ્રહ્માંડ સૃષ્ટિને ધરામૂળમાં તો શૂન્યનો વિસ્તાર છે કાન દઈને સાંભળો એને તમેમૌનમાં કેવો અજબ ચિત્કાર છે ઉર્વીશ વસાવડા Birthdate : 04/13/1956

error: Content is protected !!