શ્રુતિ પ્રગટો હવે – લલિત ત્રિવેદી

આ સમાધિની ક્ષણો ,શ્વાસો,શ્રુતિ પ્રગટો હવે,વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે. શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી….,નાભિમાથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે. ચીપિયો ખખડે ને દ્વારો ખટખટે બ્રહ્માંડના ….,કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી ,દ્યુતિ ! પ્રગટો હવે. ચર્મમાંથી મર્મમાં પ્રગટું…ચરમસીમા વટું…..,હે સકળ અખિલાઇની ગેબી સ્થિતિ! પ્રગટો હવે. આભમય એકાંતની ગહરાઈમાં બોળું કલમ…,કે અગોચરનો અરથ અથથી … Read more

એક બપોરે – રાવજી પટેલ

મારા ખેતરને શેઢેથી’લ્યા ઊડી ગઇ સારસી!મા,ઢોચકીમાં છાશ પાછી રેડી દે.રોટલાને બાંધી દે.આ ચલમની તમાકુમાં કસ નથી;ઠારી દે આ તાપણીમાંભારવેલો અગની,મને મહુડીની છાંય તળેપડી રહેવા દે.ભલે આખું આભ રેલી જાય,ગળા સમું ઘાસ ઊગી જાય,અલે એઇબળદને હળે હવે નઈં….મારા ખેતરને શેઢેથી – રાવજી પટેલ download Kavya Dhara mob app from this link https://play.google.com/store/apps/details?id=com.sufalamtech.poem

સંભારજે મને

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મનેકોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથીઆવું જો તારે દ્વાર તો સત્કારજે મને ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાંતારી નજરના સ્પર્શથી શણગારજે મને ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથીઆંસુ બનાવી આંખથી તું સારજે મને સુનકાર ચારે કોરથી ભીંસી વળે તનેટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને … Read more

પ્રભુ…

પ્રભુ, નેણાં તમ સું જાગે ;ભાળું નહીં મુખ રૂપાળું,બેઠી બેઠી પંથ નિહાળુંએય મુંને મીઠડું લાગે. ધૂળમાં બેસી બા’રેભિખારી હૈયું આ રેતમારી કરુણા માંગેકૃપા ન ચાહું, તમને ચાહું,એય મુંને મીઠડું લાગે. ભર્યા આ ભવમાં આજેકંઈ સુખ લાભને કાજેસરી ગયા સઘળા આગે,સૂના આ સમે, ગમતા તમેએય મુંને મીઠડું લાગે. ચારે કોર અમી-રસાળીભોમકા તલસે કાળી,રડાવી દે અનુરાગેક્યાં છો … Read more

ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી – ‘આદિલ’ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી. એની સતત નજર અને મારા હૃદય ઉપર ?કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ? એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી. થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,ફુરસદ મને મળે જો તમારા વિચારથી. સુખનાય આટલા જ પ્રકારો જો … Read more

error: Content is protected !!