એકધારી જાગે છે
એકીટશ એકધારી જાગે છે,આ પ્રતીક્ષા બિચારી જાગે છે. એકલો હું જ કંઈ નથી જાગૃત,દ્વાર, ભીંતો, અટારી જાગે છે. તું ગઈ જાણે કે વસંત ગઈ,બાગ જાગે છે, ક્યારી જાગે છે. સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,કોઈ દીવાને ઠારી જાગે છે. વાટ જોઈને તપ્ત આ આંખો,ઓશીકે અશ્રુ સારી જાગે છે. સાવ સૂમસામ થઈ ગઈ શેરી,એક એની જ બારી જાગે … Read more