કાયમ હજારી

તમે આવો તો દીલને, ઘણો આરામ થઈ જાશે

તમારા સમ, અમારી જિંદગી ગુલફામ થઈ જાશે

મહોબ્બતના સુરાલયમાં જરા આવો, જરા આવો !!

અહી મસ્તી છે એવી,જિંદગી ખુદ જામ થઈ જાશે.

હથેળી અગર છુટ્ટી કરીને  ગોઠવી દઉં જો-

તો મારી ભાગ્ય-રેખાઓ તમારું નામ થઈ જાશે.

મહોબ્બતના આ બંધન તો છે મુક્તિથી વધુ પ્યારા;

જીવન એ પ્યારા બંધમાં, વધુ બેફામ થઈ જાશે

ફક્ત બે ચાર પળ પૂરતા જો અંતિમ ટાણે આવો’તો;

તમારું નામ થઈ જાશે, અમારું કામ થઈ જાશે.

લઉં છુ નામ એનું શ્વાસે- શ્વાસે એટલે ‘કાયમ’

ખબર કોને છે ? ક્યારે, જિંદગી શામ થઈ જાશે.

  • કાયમ હજારી

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

Madhav Ramanuj

અંદર તો એવું અજવાળું, અજવાળું……..સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.અંદર તો એવું અજવાળું, અજવાળું ……. ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળુંઅંદર તો એવું … Read more

હાસ્યં પરં ધીમહિ

 “શ્રી નટવર પંડ્યાના હાસ્યલેખો મેં વાચ્યા છે. માનવસ્વભાવનું તેમણે ઊંડું અધ્યયન કર્યું છે. માનવજીવનમાં સર્જાતા વિશિષ્ટ પ્રસંગોમાથી હાસ્ય શોધી તેને વ્યક્ત કરવાની ક્ષમતા તેમનામાં છે. હું તેમના હાસ્યક્ષેત્રના મંગલ પ્રારંભને આવકારું છુ.” શ્રી શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના હાસ્યલેખકોમાં પ્રથમ હરોળના હાસ્યલેખક શ્રી નટવરભાઈ પંડ્યાના ઉત્તમ હાસ્યલેખોના સંગ્રહનું પુસ્તક ‘હાસ્યં પરં ધીમહિ’  આવી ગયું છે. ‘હાસ્યં પરં … Read more

હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી

હરિ, કેટલી વાર ?ઝટ્ટ પધારો,કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર….. પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહીગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ…. ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળુંસાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળુંતમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ….. તુલસીદળ પર આંસુ મૂકી કરે … Read more

error: Content is protected !!