હરીન્દ્ર દવે

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાંને એણે આણ્યું કપાસનું ફૂલ રે… નેહથી મેં ઝાઝી વાત માંડી,તો વળતામાં આંખનો ઈશારો એણે કીધો,ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં,વ્હાલાએ એક ફોરમનો પ્યાલો પાઈ પીધો,લાખેણી જીદ મારી ચાલી ના,એક એના સ્મિતમાં સો વાત થૈ કબૂલ રે… મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાંને એણે આણ્યું કપાસનું ફૂલ રે… સપનું મેં રાતભરી … Read more

વળાંકો – સુનિલ ભીમાણી ‘અંગત’

પધાર્યા વળાંકોન ધાર્યા વળાંકો અમે સીધા ચાલીવધાર્યા વળાંકો નથી હુંય હાર્યોન હાર્યા વળાંકો ગણી હમસફર મેંટપાર્યા વળાંકો બગાડી સફર પણસુધાર્યા વળાંકો જીવનભર મેં ‘અંગત’વિચાર્યા વળાંકો સુનિલ ભીમાણી ‘અંગત’ (પોરબંદર)

તમારી આંખથી – હરીન્દ્ર દવે

તમારી આંખથી ખરતા સમયની વાત નથી,નથી, આ સૂર્યમાં તરતા સમયની વાત નથી. બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા,ખુશીમાં ગુફતેગો કરતા સમયની વાત નથી. સમય મળ્યો છે તો ચાલો સમય ભૂલી લઈએ,ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી. થયો છું એટલો પાગલ કે સાનભાન નથી,છતાં આ વાત ઊછરતા સમયની વાત નથી. એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ … Read more

અમે એવા છઇએ – સુરેશ દલાલ

અમે એવા છઇએ, અમે એવા છઇએ.તમે માછલી માગો ને અમે દરિયો દઇએ. તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત, તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,અમે તારા બગીચાની માલણ છઇએ. તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત, તમે પૂછો નહિ અમને અમે … Read more

શબ્દ મક્કા, શબ્દ કાશી છે સમજ

કવિશ્રી બ્રેયાંઝ ધ્રોલવીને જન્મ દિવસને શુભકામનાઓ શબ્દ મક્કા, શબ્દ કાશી છે સમજ ધર્મની ઊંચી અગાસી છે, સમજ આંસુનું મેવાડ લૂંછી પોપચે, એક મીરાંની ઉદાસી છે, સમજ. ગોમતીની જેમ ભટકી કલ્પના, એક શાયરની તલાશી છે, સમજ. આજ ગંગાની અદાલતમાં ઊભા, પાપને ધોતા પ્રવાસી છે, સમજ. બ્રેયાંઝ ધ્રોલવી (જન્મ તારીખ  06-02-1947) મૂળ નામ : અબ્દુલ ગફર કાઝી

error: Content is protected !!