વિનોદ જોશી

ડાબે હાથે ઓરું સાજન લાપસીજમણે હાથે ચોળું રે કંસારહું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં ……. પીછાને પાથરણે પોઢ્યા પારેવાં અટકળનાં રેપાંપણની પાંદડીએ ઝૂલે તોરણિયા અંજળના રે અજવાળે ઓઢું રે અમરત ઓરતાઅંધારે કાઇ ભમ્મરિયા શણગારહું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં ……. સોનેરી સૂરજડા વેર્યાં પરોઢિયે ઝાકળમાં રેસાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે ઉગમણે … Read more

ગળતું જામ છે – મરીઝ

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા ! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી … Read more

મોત નાજુક બહાને આવે છે

એ બહુ છાનેમાને આવે છે;મોત નાજુક બહાને આવે છે. ક્યાં મને એકલાને આવે છે ?સુખ અને દુઃખ બધાંને આવે છે. કેમ ચાલ્યા ગયા જનારાઓ?આવનારાઓ શાને આવે છે ? ઓળખી લ્યો સમયના પગરવને;એ જમાને જમાને આવે છે. આમ તો આખી ડાયરી કોરી;નામ તુજ પાને પાને આવે છે. અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;ઉત્સવો કેવા સ્થાને આવે છે ! … Read more

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છુંલીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારેરસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતાઆ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ … Read more

ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ. ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં! ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ … Read more

error: Content is protected !!