શાશ્વત પ્રતીક્ષાના માણસ – ભગવતીકુમાર શર્મા

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. ફટાણાંના માણસ, મરસિયાના માણસ; અમે વારસાગત સમસ્યાના માણસ. ‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ; પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ; સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ. શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં? ‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ. ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું; અમે … Read more

ઝંખના સિવાય તું સમૃદ્ધ થઇ શકે – ભરત ભટ્ટ ‘તરલ’

મારો ખ્યાલ છે કે હવે યુદ્ધ થઇ શકે, અથવા જગતના લોક બધાં બુદ્ધ થઇ શકે. કહેવાનો ભાવ ત્યારે અણિશુદ્ધ થઇ શકે , કંઈ ઝંખના સિવાય તું સમૃદ્ધ થઇ શકે. રથના તમામ ચક્ર મનોરથ બની જશે પોતાનું મન લગામની વિરુદ્ધ થઇ શકે. પ્રત્યેક જીવ અશ્વનો અંશાવતાર છે, પ્રત્યેક અશ્વ એક વખત વૃદ્ધ થઇ શકે. ફાડી ત્વચાનું … Read more

રમેશ પારેખ – હરી પર અમથું અમથું હેત

વિનોદ માણેક, ‘ચાતક’

હરી પર અમથું અમથું હેત, હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત. અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત, અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત; અંગે અંગે અમથી અમથી અગત લપેટો લેપ, હરી પર અમથું અમથું હેત. ‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’ એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ … Read more

વતન એટલે – નટવર કુબેરદાસ પંડ્યા

વતન એટલે છેવટે તો એક છાંયડી; છાંયડીને બાનો ચહેરો : વતનને બાનો ચહેરો; ઘર એટલે તુલસીનું માંજેરવાળું કૂંડું, કૂંડામાં સાંજનો દીવો, દીવો એટલે શીળી આભા, આભાને બાનો ચહેરો, ઘરને બાનો ચહેરો; પર્વ એટલે બાના હાથનો સાથિયો, સાથિયો એટલે ઉમરા આગળના કંકુના મોટા ચાંલ્લા, ચાંલ્લો એટલે બાના ભાલનું અખંડ સૌભાગ્ય, ચાંલ્લાને બાનો ચહેરો; પર્વ એટલે બાનો … Read more

તો ચિંતાનો વિષય છે – – હર્ષ બ્રહ્મભટ્ટ

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. “જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ? સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં, છાંટોય … Read more

error: Content is protected !!