શૂન્ય પાલનપુરી

સોલીડ મહેતા

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે. મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,ઊડી ગઇ છે … Read more

પ્રેમળ જ્યોતિ – નરસિંહરાવ દિવેટિયા

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ, દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,મારો જીવન પંથ ઉજાળ. …પ્રેમળ જ્યોતિ… ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,મારે એક ડગલું બસ થાય. …પ્રેમળ જ્યોતિ… આજ … Read more

તમારા વિનાની મારી સાંજની જેમ

તમને ટપાલમાં કાગળ નહીં, ફૂલો મોકલવાનું મન થાય છે. અને….જયારે તમને ફૂલો મળશે ત્યારે એ કરમાઈ ગયાં હશે….. અત્યારે તમારા વિનાની  મારી સાંજની જેમ.-   જગદીશ જોષી

થોડો વગડાનો શ્વાસ – જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,પ્હાડોનાં હાડ મારા પિંડમાં નેનાડીમાં નાનેરી નદીઓનાં નીર;છાતીમાં બુલબુલનો માળો નેઆંગળીમાં આદિવાસીનું તીણું તીર;રોમ મારાં ફરકે છે ઘાસમાં,થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પિયે નેપિયે માટીની ગંધ મારાં મૂળ;અર્ધું તે અંગ મારું પીળાં પંતગિયાં ને   અર્ધું તે તમરાંનું કુળ;થોડો અંધારે, થોડો ઉજાસમાં,થોડો ધરતીમાં, થોડો આકાશમાં,થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.  … Read more

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે. શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે. કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે. ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,બે આંખો … Read more

error: Content is protected !!