પાંદડાએ લે મને ઉભી રાખી – વિનોદ જોશી

પાંદડાએ લે! મને ઊભી રાખી,

પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,સૂરજના હોંકારે જાગેલા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;


ઝાડવાએ લે! મને ઊભી રાખી,

પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
કોઈ વાર માળામાં ઊતરતું ચાંદરણું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;
વાયરાએ લે! મને ઊભી રાખી,

પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…


વિનોદ જોશી

મરીઝ

લેવા ગયો જો  પ્રેમ  તો  વહેવાર  પણ  ગયો,દર્શનની ઝંખના હતી, અણસાર  પણ  ગયો. એની  બહુ   નજીક   જવાની   સજા   છે  એ,મળતો હતો જે   દૂરથી સહકાર   પણ   ગયો. રહેતો   હતો  કદી   કદી   ઝુલ્ફોની   છાંયમાં,મારા નસીબમાંથી  એ   અંધકાર  પણ  ગયો. સંગતમાં જેની સ્વર્ગનો  આભાસ  હો   ખુદા,દોઝખમાં કોઈ એવો  ગુનેગાર   પણ   ગયો ? એ    ખુશનસીબ  પ્રેમીને  મારી  સલામ  … Read more

ખડકી ઉઘાડી હું તો…

    ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી‘તીમુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં… પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તીલાલ છાંટો ઊડ્યો રે શણગારમાં… બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;સાનભાન ભૂલી હું તો … Read more

મૃત્યુ મારું પોતાનું હતું

એટલા   માટે   રુદન  મારું  ઘણું   છાનું  હતું,અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું. એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું. મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,લક્ષ  સાગરમાં  ભળી  ઊંડાણ  જોવાનું  હતું. હું જ  નીરખતો  હતો એ  વાત હું  ભૂલી  ગયો,મારા  મનથી  પાપ મારાં  કોણ  જોવાનું  હતું? એટલે તો મેં … Read more

અર્થ ત્યારે કંકુવરણો થાય છે

શબ્દ જ્યારે પણ સમજણો થાય છેઅર્થ ત્યારે કંકુવરણો થાય છે. આમ હળવું ફૂલ છે, તારું સ્મરણઆમ રાતે બોજ બમણો થાય છે. આંસુઓથી એ સતત ભીંજાય છે,પ્રેમપંથ એથી લપસણો થાય છે. આ સવારો, સાંજ, પછી રાત પણ,તુંય કાં સૂરજ, બટકણો થાય છે ? રોજ નમણું રૂપ સામે જોઈને,જો અરીસો પણ આ  નમણો થાય છે. –ધૂની માંડલિયા

error: Content is protected !!