‘આદિલ’ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી. એની સતત નજર અને મારા હૃદય ઉપર ?કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ? એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી. થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,ફુરસદ મને મળે જો તમારા વિચારથી. સુખનાય આટલા જ પ્રકારો જો … Read more

તને સઘળુંય સાંપડશે – નીતિન વડગામા

Hemen Shah

જરા  તું  ઝુક  થૈ   ડાળી તને સઘળુંય  સાંપડશે,પછી  રાજી  થશે  માળી તને સઘળુંય  સાંપડશે. હશે  જો  ધાર  એની તો  જ ધાર્યું કામ કરવાની,કલમ, કરવતને  કોદાળી તને સઘળુંય સાંપડશે. અદબ વાળી અહીં તું સાવ ખાલી  હાથ કાં ઊભો ?દઈ  દે  હાથમાં  તાળી  તને સઘળુંય  સાંપડશે. પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ  છોડી  દે,નદી  થૈ  જાને … Read more

ભુલાઈ ગયેલો માણસ છું – રાજેશ વ્યાસ ‘ મિસ્કીન’

હૈયે   તો   છું  પણ હોઠેથી ભુલાઈ  ગયેલો માણસ છું,હું   મારા ડાબા  હાથે ક્યાંક મુકાઈ  ગયેલો માણસ છું. સૌ જાણે   છે  કે  ચાવું છું પાન  હું હંમેશા  મઘમઘતાં,હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો  માણસ છું. પાણીમાં પડેલા  કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,જીવું  છું  ઝાંખું    પાંખું હું   ભુંસાઈ ગયેલો માણસ છું. પાણીનો છે આભાસ એવો … Read more

કૈલાશ પંડિત

દર્દને ગાયા વિના રોયા કરો,પ્રેમમાં જે થાય છે જોયા કરો… બીક લાગે કંટકોની જો સતત,ફૂલનો સુંઘો નહીં જોયા કરો… કેમ આવ્યા આ જગે રડતા તમે?જિંદગી આખી હવે રોયા કરો… લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,રાહ સૌની ક્યાં સુધી જોયા કરો? – કૈલાશ પંડિત https://www.youtube.com/watch?v=ISnmnV00SsU મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,મારા ગયા પછી જ મારી વાત … Read more

ખુશીઓ લૂટાવી દીધી – વિહંગ વ્યાસ

આવી ગયું છે એવું શું આજ સાંભરણમાં? ખુશીઓ લૂટાવી દીધી સામા મળેલ જણમાં અવ્યક્તની તો અમને ક્યાંથી ખબર પડે, પણ મે સ્વાદ એનો ચાખ્યો પ્રત્યેક ધાન્યકણમાં અલબત્ત ઓગળીને સાબિત કરી શકે તું એની સમગ્રતાને તારા પૃથક્કરણમાં ક્યારેક દુઃખની માફક સુખને સહન કર્યું છે સમજાતું કંઇ નથી આ કુદરતની ગોઠવણમાં જે પૂર્વસુરિઓએ કીધી યુગો યુગોથી એ … Read more

error: Content is protected !!