મૈત્રીના ફાગણમાં – હરિશ્ચન્દ્ર જોશી

ભૈ, વાંધા-વચકા નહીં સારા, વેંત એકનું જીવતર લૈને નીકળી જાવું પરબારા… ખરબચડી ભાષા પીધી છે રેશમશું ક્યાં બોલાતું ? માણસ જેવા માણસનું મન શબ્દકાનસે છોલાતું બળ્યાઝળ્યાને ઝાકળ ટોઈ કરવાના છે ઉપચારા… મૈત્રીના ફાગણમાં સૂક્કા હાથ થશે ચંદનડાળી સાત રંગનાં અજવાળાં છે રાત ભલે ઊગે કાળી આંખે વંચાતા જાશે રે ભીનાં ભીનાં વરતારા… હથેળીઓમાં ચાવી ફરશે … Read more

નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે – ‘અમર’ પાલનપુરી

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછી પૂછું છું,હર મકાન પર, કોનું મકાન છે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, આવી શકે તો આવ, આ ખાલી મકાન છે. થાશે તકાદો એટલે ખાલી કરી જશું, કીધો છે જેમાં વાસ, … Read more

‘સૂર્યને શિક્ષા કરો’ – લાભશંકર ઠાકર

મૂક વાતાયન મહીં ઊભી હતી શ્યામા. ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી સૂર્ય સંકોરી ગયો. માધુર્ય જન્માવી ગયો. ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ ! ઉદરમાં આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ પીંજરામાં ક્લાન્ત ને આકુલ શ્યામા જોઉં છું, નતશિર. ‘કોણ છે આ કૃત્યનો કર્તા ?’ … Read more

error: Content is protected !!