चल खुसरो घर आपने – अमीर खुसरो

खुसरो रैन सुहाग की, जागी पी के संग। तन मेरो मन पियो को, दोउ भए एक रंग।। खुसरो दरिया प्रेम का, उल्टी वा की धार। जो उतरा सो डूब गया, जो डूबा सो पार।। खीर पकायी जतन से, चरखा दिया जला। आया कुत्ता खा गया, तू बैठी ढोल बजा।। गोरी सोवे सेज पर, मुख पर … Read more

અંધાર ઊપણવા બેઠા – અનિલ ચાવડા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ? હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા … Read more

શ્યામ રંગ સમીપે ન જાવું – દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે…. કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું. નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે…. મરકતમણિ … Read more

ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા, વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા! તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા! હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી, કંટકપંથે સ્મિત વેરીને … Read more

ક્ષણનાં ચણીબોર – મકરંદ દવે

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં ક્ષણનાં ચણીબોર. બોરમાં તે શું ? બોલતા જ્ઞાની, આંખો મીંચી બેસતા ધ્યાની, તોરીલા પણ કોઈ તોફાની ડાળને વાળી, ડંખને ગાળી ઝુકાવે ઝકઝોર. પીળચટાં ને તૂરમતૂરાં, કોઈ ચાખી લે ખટમધુરાં, લાલ ટબા તો પારેખે પૂરા, વીણી વીણી આપતાં હોંશે ચખણી ચારેકોર. જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી, ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી, અહીં અમારે ધરતી લાલી … Read more

error: Content is protected !!