……….તને વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા … Read more

તેડાં મોકલું – લલિત ત્રિવેદી

ખુશ્બૂને… ઝાકળને…ઝળઝળિયાંને તેડાં મોકલું , હે ગઝલ ! તારાં સમોવડિયાને તેડાં મોકલું ! માંડવો એનાં વગર રહેશે અધૂરો ,બાઈજી! રૂસણાંને કઉં ને પાતળિયાને તેડાં મોકલું ! મોરપીછું મહેકમાં બોળીને લખશું નોતરાં , હે ગણુદાદા ! કયા લહિયાને તેડાં મોકલું ! નોતરું નરસિંહને ગાલિબને જીવણદાસને, વ્હાલકુડા મારા ઈ હઈયાને તેડાં મોકલું ! તરણાનો પણ ભાર જ્યારે … Read more

કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે – ઉદયન ઠક્કર

બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા ‘ના, હું તો ગાઈશ,’ બોલ્યા, … Read more

ભડભડ બળતું શહેર – કૈલાસ પંડિત

ભડભડ બળતું શહેર હવે તો ખુલ્લું પડતું શહેર હવે તો સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં એને નમતું શહેર હવે તો દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં? ભૂલું પડતું, શહેર હવે તો ખાંસી ખાતી લોકલ એમાં ધક્કે ચડતું શહેર હવે તો ભીંત રચી સહુ ચાલે ભેગા ટોળે વળતું શહેર હવે તો લાશ ઊઠાવી ખુદની ખાંધે રોજ નીકળતું … Read more

error: Content is protected !!