આપી આપીને તમે પીંછું આપો
આપી આપીને તમે પીંછું આપો સજન ! પાંખો આપો તો અમે આવીએ… ચાંદો નીચોવી અમે વાટકા ભર્યો ને એને મોગરાની કળીએ હલાવ્યા, આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યાં આપી આપી ને તમે ટેકો આપો સજન ! નાતો આપો તો અમે આવીએ… કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય અને લેખણમાં છોડી છે લૂ; આંગળિયું ઓગળીને … Read more