તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો…

એક તો તારો મને પર્યાય દેખાતો નથી, ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી. તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો, રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી. ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના, ધૂળ છે કે મ્હેક એનો ભેદ પરખાતો નથી. એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી, આપણાથી તોય ત્યાં રૂમાલ … Read more

રાધા ચાલી પગલાં જોતી

વિનોદ માણેક, ‘ચાતક’

રાધા ચાલી પગલાં જોતી. જ્યાં જ્યાં હરિપગલાંને જોયા, ફૂલડાં મેલ્યાં ગોતી, પાલવડે પદરેણું બાંધી, હરખાતી મન મ્હોતી. રાધા ચાલી પગલાં જોતી. કોઈ પૂછે તો કે’તી ખોયું કંઠહારનું મોતી, ચંપકવરણી ચતુરા ચાલી દીવડે લૈને જોતી. રાધા ચાલી પગલાં જોતી. અંગેઅંગે ઉમંગ ન માયે, ઘડી ઊભી શરમાતી, ક્યાં એ વેણુ ? ક્યાં એ કાનુડો ? ભીની આંખડી … Read more

લો અમે તો આ ચાલ્યા !

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા ! જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને, લો અમે તો આ ચાલ્યા ! બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા ! દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા ! સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા … Read more

માનવીનાં હૈયાને…..

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને…. અધ બોલ્યા બોલડે થોડે અબોલડે પોચા શા હૈયાને પીંજવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને….. સ્મિતની જ્યાં વીજળી જરી શી ફરી વળી એના એ હૈયાને રંજવામાં વાર શી એવા તે હૈયાને નંદવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને…. – ઉમાશંકર જોશી

તમે જિંદગી વાંચી છે ?

સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખના પ્રકરણ તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણ… તમે જિંદગી… હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ ! ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ…. … Read more

error: Content is protected !!