મારે આંખે કંકુના સૂરજ આથમ્યા

મારે આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ ! મારે આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ, રે હણહણતી મેં સાંભળી સુવાસ ! મારે આંખે કંકુના સૂરજ આથમ્યા… મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરેથી … Read more

વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં, અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. -મનોજ ખંડેરિયા

ઓણુકા વરસાદમાં – રમેશ પારેખ

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ, એક અમે પોતે ને બીજો તારો વટ! નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ, નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ. વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ, આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ. નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ, ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ. તારા વટને કચ્છની સૂડી સરખી … Read more

બારણું પાછુ ઝાડ થાય નહીં?

જે ગમે તે બધું કરાય નહીં, ઢાળ પર જળનું ઘર ચણાય નહીં. આંગણે આવી ચકલી પૂછે છે, બારણું પાછુ ઝાડ થાય નહીં? એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે, કોઈના પણ કદી થવાય નહીં. દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે, કોઈ બાળક વગર ભણાય નહીં સાંજ પડતા તો સાવ ખાલી થાઉ, ઘેર પડછાયો પણ લવાય નહીં. મા … Read more

error: Content is protected !!