તને ખોટું જો લાગે તો હું શું કરું?

તને ખોટું જો લાગે તો હું શું કરું? મને આછકલું અડવાની ટેવ. હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને; મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને. તને ભીનું ન લાગે તો હું શું કરું? મને કોરુંકટ રડવાની ટેવ. રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે? … Read more

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. … Read more

આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો ?

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો ! વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ? મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ? વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત, વરસી વરસીને … Read more

સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ગુર્જર વાણી, ગુર્જર લહાણી, … Read more

ગોવિંદો પ્રાણ અમારો રે….

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.   મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ, કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.   રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ; સાધુની સંગત છોડી દ્યો તમે, વસોને અમારે સાથ.   મીરાંબાઈ કાગળ મોકલે રે, … Read more

error: Content is protected !!