ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને? જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને! સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને. મારા દુઃખના કાળમાં એને કરું … Read more

આંખે માંડી વાત !

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ, બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત ! આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ, – નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન અંતર મારે ભય … Read more

આખ્ખો કિસ્સો કહેવો પડશે.

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,ઢોલ નગારાં અને … Read more

કાનમાં કહ્યું પુરાણી છત્રીએ…

ભીંજાવામાં નડતર જેવું લાગે છે : શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…” ઉદયન ઠક્કર

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ? તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ, અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ., તમને વાદળ, ધુમ્મસ વહાલાં … Read more

error: Content is protected !!