Month: June 2018
હરી ગયો – નિરંજન ભગત
હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હાલ કીધું નહોતું ને તોયે મુજને વરી ગયો ! અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ ! હું શું જાણું કામણગારી મુજ હૈયે છે ગીતિ ! એ તો મુજ કંઠે બે કરથી વરમાળા રે ધરી ગયો ! સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોવું આ તે સુખ છે … Read more
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી; ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી. એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો જુઓ, એક આગવી સુવાસ છે, હું એકલો નથી. સહરા છે, ઝાંઝવા છે, સતત ઊડતો ગુબાર, ને કોઈની તલાશ છે, હું એકલો નથી. વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની, મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હું એકલો નથી. … Read more