ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.લહરી ઢળકી જતી,વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,સ્વૈર પથ એહનો ઝાલીએ,ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,ચાલને ! વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનોસ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનોકૌમુદીરસ અહો !અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !ચંદ્રશાળા ભરી ઊછળે,આંગણામાં ઢળે,પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,દૂર સરવર પટે મંદ જળના … Read more

પનઘટે છલકાતી ગાગર સાંભરે – નયન હ. દેસાઈ

પનઘટે છલકાતી ગાગર સાંભરેદી’ ઊગે ને રોજ સહિયર સાંભરે છેડલો ખેંચી શિરામણ માંગતોવાસીદું વાળું ને દિયર સાંભરે ત્રાડ સાવજની પડે ભણકારમાં,રાતના થરથરતું પાધર સાંભરે ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,બાથમાં લઈ લેતી નીંદર સાંભરે સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,આંખડી મલક્યાનો અવસર સાંભરે કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,ઝાંઝરો રણકે ને જંતર સાંભરે તાણ ભાભુજીએ કીધી’તી … Read more

આછી જાગી સવાર,

આછી જાગી સવાર, નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી પારિજાતના શરણે ન્હાઈ કોમલ એની કાય, વ્યોમ આયને જેની છાઈ રંગ રંગની ઝાંય; ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી લહર લહર સમીરણની વાતી કેશ ગૂંથતી જાણે, અંબોડામાં શું મદમાતી અભ્ર-ફૂલને આણે; કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી ભુવનભુવનનાં ઉજ્જવળ … Read more

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને? જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને? સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, … Read more

error: Content is protected !!