હે ડઠ્ઠર બુસ્કોટ

Share it via

ઝૂર તને ક્યાંથી અડે, હે ડઠ્ઠર બુસ્કોટ
માપ લઈ સીવ્યો તને, હે ડઠ્ઠર બુસ્કોટ !
તું નય રૂ નય પૂમડું નય દીવાની વાટ,
તું તાકાનો પીસ છે, હે ડઠ્ઠર બુસ્કોટ !
ઢાંકી ઢંકાઈ જશે ભોજનિયાળી ભાત,
પણ રખરખ ક્યાં ઢાંકશે, હે ડઠ્ઠર બુસ્કોટ !

કાપો તો ના નીકળે ટીપું એક કપાસ
તું નકરો બુસ્કોટ છે, હે ડઠ્ઠર બુસ્કોટ !
નહીં તું પહેરણ કાગઝી નહીં તું ઓઘડ પીર,
શું તારી ઓળખ હશે, હે ડઠ્ઠર બુસ્કોટ!

હોત કમાલી બાત જો પહેરત તને કબીર,
જો સાખીથી વણત તને, હે ડઠ્ઠર બુસ્કોટ !

ખમ્મા ! તેં પહેર્યો ભલો લલ્લિતનો અવતાર,
ઝીંકું શી રીત ઝીલશે, હે ડઠ્ઠર બુસ્કોટ !

કવિ શ્રી લલિત ત્રિવેદી (રાજકોટ)
1 ‘कागजी है पैरहन’ इस्मत चुग़ताईની આત્મકથા છે તેનો સંદર્ભ ખરેખર બહુ જ રસપ્રદ છે. એક રાજ્યમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયો હતો, રાજા પાસે કોઈ ફરિયાદ લઈ ને જઇ શકે પરંતુ ત્યાં સુધી ફરિયાદી પહોચી જ શકે નહીં. આખરે એક વ્યક્તિ પોતાના ‘पैरहन’ પર ફરિયાદ લખીને જાય છે.


આ કથા પરથી इस्मत चुग़ताईએ પોતાની ફરિયાદ કાગળ પર ઉતારી હતી.
શ્રી લલિતભાઈ ત્રિવેદીની આ ‘कागजी है पैरहन’ ને ગુજરાતી ભાવકો સમક્ષ ‘બેઠો છું તણખલા પર’ વાંચી શકે છે.

Leave a Comment

error: Content is protected !!