હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને – કવિ પ્રીતમ

Share it via

કવિ પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને

 

સુત વિત્ત  દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોટી લેવાં માંહી પડ્યા મરજીવા જોને

 

મરણ આગમે તે ભરે મુઠ્ઠી,  દિલની દુગ્ધા વામે જોને ,

તીરે ઊભો જુએ તમાશો,  તો કોડી નવ પામે જોને

 

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે  મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને

 

માથા સાટે  મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને

 

રામઅમલ માં રાતામાતા, પૂરા પ્રેમીજન જોને

પ્રીતમના સ્વામીની લીલા, નીરખે રાજનીદિને  જોને

કવિ પ્રીતમ

 

 

error: Content is protected !!