સ્વપ્નો વચ્ચે – જવાહર બક્ષી

Share it via

અજવાળાનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો બાળીને કેવો તડકો કરવાનો.

સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
પડછાયા પર શુંય વળી ગુસ્સો કરવાનો.

સહુનાં મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો.

પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નો વચ્ચેથી રસ્તો કરવાનો.

એ જાણે છે એનું રૂપ બધે નીખર્યું છે,
તોય નિયમ ક્યાં તોડે છે પરદો કરવાનો.

જવાહર બક્ષી

Leave a Comment

error: Content is protected !!