શ્યામ રંગ સમીપે ન જવું , મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું
કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજલ ના આંખમાં અંજાવું મારે0
કોકિલા શબ્દ હું સૂણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું
નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમાનાનાં નીરમાં ન ન્હાવુ મારે0
મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાબું – વ્યંતાક ના ખાવું,
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, ‘પલક ના નિભાવુ ‘ ! મારે 0