આસપાસને એમ ઉકેલો
જર્જર છે ને તેમ ઉકેલો
ચીસ ઊઠે જો ભીતર એવી
અર્થો એના કેમ ઉકેલો?
સામે પડ્યું જે દેખાતું –
છેક બીજું છે વ્હેમ ઉકેલો
કાલ હતું તે આજે પણ છે,
ભેદ જોશીજી એમ ઉકેલો.
નથી અમારું નથી તમારું,
મન બીજાનું કેમ ઉકેલો?
શૈલેષ ટેવાણી
ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓ