હો સુખી તો સુખી લાગવો જોઈએ
આદમી મન મૂકી નાચવો જોઇએ
ટાઢની બાદ તડકો થવો જોઈએ
ખૂબ સારો સમય પણ જવો જોઈએ
વૃક્ષને રોજ ઝભ્ભો નવો જોઇએ
વેલનો ખેસ પણ નાખવો જોઈએ
મહેંદી મૂકે ભલે હાથ ને પગ ઉપર
રંગ તો મન ઉપર લાગવો જોઈએ
એની પાસે જે માગે તે મળશે તને
છે શરત, શબ્દને સાધવો જોઈએ.
ડૉ. હરીશ ઠક્કર