એ વિરહને ખણે તો ખણવા દે,
રાતે તારા ગણે તો ગણવા દે…
પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે…
તારી ‘ના’ છો દબાઈ જાતી, એ,
હા મહીં હા, ભણે તો ભણવા દે…
ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે…
એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે…
મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે…
તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે… –મનોજ ખંડેરિયા
જન્મ તારીખ : 07/06/1943
જન્મ સ્થળ : જુનાગઢ
મૃત્યુ તારીખ : 10/27/2003
મૃત્યુ સ્થળ : જુનાગઢ
જોરદાર ભાઈ
અદભુત ગઝલ