ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.
– હેમેન શાહ
એક ઘાએ ખેલ પુરો ના થયો,
ખૂબ તરફડવું પડ્યું વાગ્યા પછી.
–
હેમેન શાહ
ને રંજ માત્ર ભીંત તૂટ્યાંનો નથી મને
બીજી રીતે કહું તોછબી પણ નથી રહી.
-મુકુલ ચોકસી
આવ સામે હવે તુંમને ભેટવા,
ડગ ન એકે હું ભરું હવે દ્વારથી.
-રાજેન્દ્ર શુક્લ
યુદ્ધ રણમાં હો તો હું પહોંચી વળું,
આ તો ભીતર શાંત વિપ્લવ થાય છે.
-રવીન્દ્ર પારેખ
સૈકાથી સાંગોપાંગ બનેલો હું એમ છું,
કોઈ થીજેલ કાલ છું, હું આજ જેમ છું.
-શૈલેશ ટેવાણી
મહેનત પાછળ બબ્બે બાહુ,
કિસ્મત પાછળ માત્ર હથેળી.
– શૂન્ય પાલનપૂરી
રેખાઓમાં રહયો અડોઅડ બીન્દુઓનો ફાળો
મંઝીલ બીજું કઈ નહીં બસ ડગલાંનો સરવાળો.
-મુનિચંદ્ર વિજયજી ‘આનંદ’
કેટલાં વરસો પછી તું માવઠા જેવું હસી
આજ લાગ્યું કે નદી પહાડોમાં ધસી.
– અશોકપુરી ગોસ્વામી