શબદ એરણે ચડ્યા
અમોને ચારેકોરથી ઘડયા…
ફૂંક મારી, આગ ચેતવી,
અંદર નખશિખ નાખ્યા,
ઝળહળ તાપ ઝપાટા વચ્ચે
જ્ઞાન ઘૂંટડા ચાખ્યા.
બહાર છો ને રહ્યા બળેલા, માહે પાકી પડ્યા.
અમોને ચારેકોરથી ઘડયા.
શબદ એરણે ચડ્યા
પહેલા ઘાએ પામી લીધા
અગમનિગમ ના ભેદ,
બીજા ઘાએ વાણી વૈખરી,
ત્રીજા ઘાએ વેદ,
ચોથા ઘાએ જ્ઞાનના સઘળા તાળાં તૂટી પડ્યાં.
અમોને ચારેકોરથી ઘડયા.
શબદ એરણે ચડ્યા
ભરત ખેની
1 thought on “ભરત ખેની”