બેઠા – ભગવતીકુમાર શર્મા

Share it via

ઉંબરો છોડી દ્વારમાં બેઠા;
મૃત્યુના ઈન્તેજારમાં બેઠા.

સાંજે બેઠા, સવારમાં બેઠા,
માત્ર તારા વિચારમાં બેઠા.

તોય અકબંધ મારી એકલતા,
જઈ ભલેને હજારમાં બેઠા

જગમાં આવ્યા તો એમ લાગ્યું કે
જાણે એક, કારાગારમાં બેઠા !

જેને મળવું હશે મળી લેશે,
આ અમે તો બજારમાં બેઠા !

સાદ પડશે અને ઊઠી જઈશું,
ક્ષણની પણ આરપારમાં બેઠા.

એક આછા ઉજાશની આશા
લઇ અમે અંધકારમાં બેઠા.

ભગવતીકુમાર શર્મા

Redmi Note 13 Pro+ (Fusion White, 8GB RAM, 256GB Storage)

| World’s first Mediatek 7200 Ultra 5G | 200MP Hi-Res Camera | 1.5K Curved AMOLED | 120W HyperCharge

Leave a Comment

error: Content is protected !!