બારી ઉઘાડ દોસ્ત – ગૌરાંગ ઠાકર

Share it via

અજવાસ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત,

અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત.

આપી જશે હવા  તને ખુદની વિશાળતા

ફૂલોની મહેંક આપશે,  બારી ઉઘાડ દોસ્ત

તારામાં  શોધશે પછી  વૃક્ષો વસંતને,

બસ  શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત

વરસાદ, મેઘધનુષ ને વાદળ, હવા, સૂરજ,

બોલાવતાં તને કશે, બારી ઉઘાડ દોસ્ત.

કેડીથી  ધોરી માર્ગની તું થઈ જશે સડક

માણસનો  રાહબર થશે, બારી ઉઘાડ દોસ્ત

  • ગૌરાંગ ઠાકર

(મારા હિસ્સાનો સૂરજ)


1 thought on “બારી ઉઘાડ દોસ્ત – ગૌરાંગ ઠાકર”

Leave a Comment

error: Content is protected !!