પ્રફુલ્લ પંડયા

Share it via

છલકતુંય આવ્યું મલકતુંય આવ્યું
આજે મારી વાણીમાં ઝરણું એક આવ્યું

હતો ડૂબતો પણ કિનારે લઇ આવ્યું
ગઝલ જેવું મોજીલું તરણું એક આવ્યું

અમસ્તું જ હું ભાન ભૂલી ગયો’તો
અમસ્તું જ સપનું સમજણું એક આવ્યું

હજી આંખ ખૂલી ન ખૂલી જ ત્યાં તો
પવન સાથે ખટકામાં કણું એક આવ્યું

થયો સાવ નિર્જન – નિર્જનથી નિર્જન
ફરી પાછું એવામાં શમણું એક આવ્યું

ચરણ દોડતા જોઈ રસ્તો ડરી ગયો
સફરમાં સમયનું લપસણું એક આવ્યું

બધાં બારણાં બંધ થઇ જાય છે તો
બની દ્વારપાળ કોણ નમણું એક આવ્યું?

પ્રફ્ફુલ ભૈબા તૌબા જઈ દરિયામાં ઊભા
કહે જોઈ મોજાને મરણું એક આવ્યું !

પ્રફુલ્લ પંડયા

Leave a Comment

error: Content is protected !!