નફરતના બોલ તું બોલમાં,
રે મન નફરતના બોલ તું બોલમાં
નફરતનું વિષ ભરી દુનિયાને ભરમાવતું
મસ્તકે ચડીને કૂણી લાગણીને મારતું
વસંતને ટાળી ઓલી પાનખર આવે એવી
હરકતોનું કાજળ તું ઘોળમાં
રે મન નફરતના બોલ તું બોલમાં
કળા એવી કે ઈ તો હૈયાને ધમરોળે
એક એક કરી સૌને જુદા જુદા પાડે
લાઠીએય ભાંગે અને આબરૂય જાય એવી
નફરતનો કોળિયો તું ભરમા
રે મન નફરતના બોલ તું બોલમાં
રે’તું ના સાન ને ભાન એની સાથ રે
સ્વજન સૌ લાગતા દુશ્મનની જાત રે
તુલસીનો ક્યારો છે સગાને વ્હાલા સૌ
આંગણાની શોભા તરછોડમાં
રે મન નફરતના બોલ તું બોલમાં
નફરતની લાગણીને સમજણથી માર તું
પ્રેમનું જળ આખા વિશ્વને પીવડાવ તું,
હરિયાળું લાગશે આખુંયે વિશ્વ તને
ઉમટશે અંતરના ગોખમાં
રે મન નફરતના બોલ તું બોલમાં
સરલા સુતરિયા
Download kavya Dhara application
https://play.google.com/store/apps/details?id=com.sufalamtech.poem&hl=en
સરસ રચના !! વાહ વાહ !
Ati sunder