દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો…
બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો…
કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો…
લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો? – કૈલાસ પંડિત
ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓ