જતાં પ્હેલાં અમે પલવાર ઊભા’તા !
પ્રતિક્ષાનો ધરી શણગાર ઊભા’તા !
અજબ જાદુ તમારા આગમનનું ચ્હે,
નહીંતર શ્વાસ તો તૈયાર ઊભા’તા !
સમજતાં અર્થ જીવનનો ઘણું હસ્યા,
બટકણી ડાળને આધાર ઊભા’તા !
ભરોસો કેમ કરવો કમળનો નાહક,
ઘણાં વરસો સરોવર પાર ઊભા’તા !
વટાવી રણ થયો સંશય કે આ બાજુ
શું પગલાંની લઈ વણઝાર ઊભા’તા ?
વીરુ પુરોહિત