જિંદગીભરના ગ્રહણવાળી મળી છે દોસ્ત રાશી મને,
જેમ બાળક માને વળગે એમ વળગી છે ઉદાસી મને.
માર્ગ સાથે કોઈ સંબંધો નથી આમ તો,
કોઈ પગલું કાયમી રાખે પ્રવાસી મને.
વેદનાના ગર્ભને વાઢવા
રાત આપી છે અમાસી મને.
ચાંદની સ્પર્શવા,
દે અગાસી મને.
જિગર જોશી ‘પ્રેમ’
તડકાની મોસમમાં લાગે છે ટાઢક ને ઠંડીની મોસમમાં લૂ…
તને સત્તરમું બેઠું કે શું ?
જિગર જોશી ‘પ્રેમ’
ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.
ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.
વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું.
અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.
વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી કે-
હતું મારં જ એ ઘર “પ્રેમ” ! ને લૂટી ગયો છું હું.
જિગર જોષી “પ્રેમ”
નદીને આવકારી જાતને છલકાવવા માંડ્યો
બરાબર ખ્યાલ દરિયાનો મને પણ આવવા માંડ્યો
પછી આગળ જતાં માઠુ ન લાગે કોઇ દિ’ ક્યાંયે
જનમતાંવેત બાળક જ્હેર થોડું ચાંખવા માંડ્યો
જુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
કહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો
ન લાગે ભેજ દુનિયાનો ન બીજી હો અસર કંઈપણ
હવે પ્લાસ્ટિકથી વીટી સબંધો રાખવા માંડ્યો
સરળ રસ્તો મલ્યો છે ‘પ્રેમ’ને અજવાસ કરવાનો
મજાથી આગ મનના કાગળોને ચાંપવા માંડ્યો
જિગર જોષી “પ્રેમ”