તું મધમીઠી શેરડી, રસની પૂરી પુરાંત
હું અણીયાળો દાંત, (પણ) ખેતરવા છેટા રહ્યા
હું સાકરનો ગાંગડો, તું શેડકઢું દૂધ
બરણી-બોઘરણે બંધ, આપણ (તો) અળગા રહ્યા
કોઈ એક અમાસની તું અંધારી રાત
હું સૂરજની જાત, મહિનોમાસ વલવલું
કુણા-માખણ દેહથી, આઘું રહેવું ઠીક
અડતા લાગે બીક, જાય જરામાં ઓગળી
આ કોઈ ચિઠ્ઠી નથી, છે મારો જમાણો હાથ
મને ગણી સંગાથ, ચાંપી દેજે છાતીએ
હર્ષદ ચંદારાણા