આસું પીડા ભીંતનું ચાખ્યું બધાંએ
બારણું ખોલ્યું અને વાસ્યું બધાંએ
આ બધાંના હાથ ફેલાયા પવનમાં
શ્વાસની પાસે મરણ માંગ્યું બધાંએ
વિસ્મરી બેઠાં હતું જે યાદ સૌને
બાદ વર્ષોનું સગડ માંગ્યું બધાંએ
હાથમાં કૂવો અને તરસે મરેલાં
જીવવું જીવ્યા વગર રાખ્યું બધાએ
ચૂપ રે’વાની શરતમાં અંતકાળે
ભીંત ભેગું બોલવા માંડ્યુ બધાંએ
પરેશ દવે