મેં ગઝલ મૂકી – ને, તેં હીરો મૂક્યો
તોય લાગ્યું મેં મને ગીરો મૂકયો.
રેશમી વસ્ત્રોને ત્યાગી હે ગઝલ,
દેહ પર ભગવો અમે લીરો મૂક્યો.
દેહની પીડા, નથી કરતી પીડા,
મેં જ મારા હાથથી ચીરો મૂક્યો.
શબ્દ પણ બોલ્યા વિના સમજી ગયા
તલવાર તેં પકડી, તો મંજિરો મૂક્યા.
મન પરમ પદ પામવાને તપ કરે,
અવતારનો ચકડોળ તેં ધીરો મૂક્યો.