કે’જો રે… – દલપત પઢિયાર
પેલા મોરલા ને કે’જો રે અમારે પણ ગાવું રે .
એની રંગ રંગ ટીલડી રે અમારે રંગાવુ છે!
પેલા ભમરા ને કે’જો રે અમારે પણ ગાવું છે,
પહેલા મહેક મહેક ફૂલડે રે ફોરમ છલકાવું છે!
પેલી કોયલ ને કે’જો રે અમારે પણ ગાવું છે,
એના ટહુકા ની ડાળે રે જોઈને વન થાવું છે!
પેલા ઝરણા ને કે’જો રે અમારે પણ ગાવું છે ,
એની ખળખળતી કેડે રે અમારે વહી જાવું છે!
પેલી વાદળી ને કે’જો રે અમારે પણ ગાવું છે,
એની ઉંચી અટારી અમારે ચડીને ના’વું છે!
દલપત પઢિયાર