એમ એટલે એમ – શૈલેષ ટેવાણી

Share it via

એમ એટલે એમ


તમે જો ફાગણ ફોરો તો હું ફૂલ બની જઉં તેમ
રેશમ જેવી વાત ગૂંથું ને પૂછું કુશળ ક્ષેમ

એમ એટલે એમ

હું ભરચક્ક ભીંજાઉ પછી હું વાદળ નીતરું તેમ
તમે હીંચતાં હિંડોળે હું ગગન ઢળી જઉં એમ

એમ એટેલે એમ

ધરાને અડકું, સ્હેજ નમું હું ખૂશ્બુ એવી કેમ
જે બોલાવે તેને મઘમઘ ન્યાલ કરી દઉં તેમ

એમ એટલે એમ

આ શિયાળો, ના ઉનાળો ઝરમર નિશદિન જેમ
છલછલ કરતી ઘડી એકમાં વ્હાલ કરી જાઉં એમ

શૈલેષ ટેવાણી

Leave a Comment

error: Content is protected !!