એકાંત મેડી
હું તું રાત ઘૂઘવે
પંખીયુગલ
એકાંત મેડી
હું તું રાત મૌન
સહરા પરે ચંદ્ર
એકાંત મેડી
હું તું રાત વાસંતી
મ્હેકે ભ્રમર
એકાંત મેડી
હું તું રાત હાલકડોલક
સાગરી વમળ
એકાંત મેડી
હું તું રાત ઝળૂંબે
ગગન-ભીની-ધારા
એકાંત મેડી
હું તું રાત રૂઠે
વીંચે પંખ પતંગ
એકાંત મેડી
હું તું રાત વરસે
ઝરમર પારિજાત
એકાંત મેડી
હું તું રાત બેચેન
સ્મરણો લોહીલુહાણ
એકાંત મેડી
હું તું રાત નશાચૂર
ઝરણે ઘોડાપુર
જાનકી મહેતા