અલકમલકથી આવ્યો છું હું અલકમલકમાં જઇશ..
બીજત્રીજની ચંદ્રકલાઓ વચ્ચે હસતો રહીશ…
નથી દાવ મેં રાખ્યો માથે
નથી કોઇની આણ
વગડો મારુ રાજપાટ છે :
નથી કશાની તાણ
જંગલને કહેવાનું છે તે ટહુકે ટહુકે કહીશ
અલકમલકથી આવ્યો છું હું અલકમલકમાં જઇશ
શહેરો ક્સબા ગામોમાં પણ
નથી માનતું મન
ખીણો પ્હાડો નક્ષત્રોમાં
વ્હેતો હુંય પવન
ફૂલોમાં જ્યમ રહે સુગંધી હું પણ એમ જ રહીશ
બીજત્રીજની ચંદ્રકલાઓ વચ્ચે હસતો રહીશ…
મણિલાલ હ. પટેલ