ભવોભવના ફેરામાંથી મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી!
જોઈએ છે એક એવો પ્રભુ
જે
રેલવેના ટાઈમટેબલમાથી મુક્તિ અપાવે,
ટ્રાફિકના સિગ્નલ પર દોડતી રક્તની ગતિને
અંકુશમાં રાખે,
જમ્બો જેટમા
સમયને ઘસડાઈ જતો અટકાવે,
રેડિયો અને ટેલિવિઝન માં મોકળાશ શોધતી શૂન્યતાને ઠપકારે,
સવારે
સત્યનો વાઘો પહેરીને
આવતા સમાચારોથી અળગો રાખે
અને જાહેર ખબરોમાં
મને સસ્તે મૂલે વેચાઈ જતો રોકે.
જોઈએ છે
એક એવો પ્રભુ……
![](https://www.kavyadhara.in/wp-content/uploads/2019/12/waiting-room-895079_640.jpg)