જાગવાનું હોય – સુધીર પટેલ

સ્વપ્ન સુંદર કોઈ જયારે આવવાનું હોય,એ જ ટાણે બસ અમારે જાગવાનું હોય ! ઢાઈ અક્ષરમાં દરેકે આપવાનું હોય,ને મજા એ, કોઈએ ના માગવાનું હોય ! તો ય સૌ કરતા ફરે છે જો ફિકર કેવી !એ જ નહિ તો થાય છે જે કૈં થવાનું હોય ! વાત બે કરતો રહું છુ એટલે સૌથી,એમ મનને આપણે સમજાવવાનું … Read more

સ્વપ્નો વચ્ચે – જવાહર બક્ષી

જવાહર બક્ષી

અજવાળાનો આવો શું નુસખો કરવાનો,વૃક્ષો બાળીને કેવો તડકો કરવાનો. સંબંધો ને સંજોગો તો પડછાયા છે,પડછાયા પર શુંય વળી ગુસ્સો કરવાનો. સહુનાં મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો. પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,અહીં તો સ્વપ્નો વચ્ચેથી રસ્તો કરવાનો. એ જાણે છે એનું રૂપ બધે નીખર્યું છે,તોય નિયમ ક્યાં તોડે … Read more

બેઠા – ભગવતીકુમાર શર્મા

ભાવેશ ભટ્ટ

ઉંબરો છોડી દ્વારમાં બેઠા;મૃત્યુના ઈન્તેજારમાં બેઠા. સાંજે બેઠા, સવારમાં બેઠા,માત્ર તારા વિચારમાં બેઠા. તોય અકબંધ મારી એકલતા,જઈ ભલેને હજારમાં બેઠા જગમાં આવ્યા તો એમ લાગ્યું કેજાણે એક, કારાગારમાં બેઠા ! જેને મળવું હશે મળી લેશે,આ અમે તો બજારમાં બેઠા ! સાદ પડશે અને ઊઠી જઈશું,ક્ષણની પણ આરપારમાં બેઠા. એક આછા ઉજાશની આશાલઇ અમે અંધકારમાં બેઠા. … Read more

કોઈ લખો કાગળ તો – ભાનુપ્રસાદ પંડ્યા

તમને લાગી ઠેસ અમોને ફૂલ અડ્યાનો કંપ !વાટ વચાળે બેઠાં પળ બે થયો નજરનો સંપ! થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઇ ઝરણું !અમે મટ્યા પથ્થરને તરવા લાગ્યા થઇને તરણું ! હતા અમે મુકામ ભારનો એ ય જવાયું ભૂલી !ભીંતે હોત ચણાયા ને અહીં રહ્યાં લહરમાં ઝૂલી ! રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા … Read more

પ્રેમ હજી છે – વિહંગ વ્યાસ

ઘણું થઈ શકે તેમ હજી છે.પૃથ્વી ઉપર પ્રેમ હજી છે. આટઆટલા પ્રલય પછી પણ,સઘળું કુશળક્ષેમ હજી છે. પૌત્ર બની રમતા પૂર્વજની,ભીંતે ફોટો ફ્રેમ હજી છે ! જળમાંથી છુટ્ટા પડવાનો,પરપોટાને વ્હેમ હજી છે. જેણે મટકુંયે ના માર્યુ,એ નજરોની નેમ હજી છે. વિહંગ વ્યાસ

error: Content is protected !!